નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજાથી બચવા માટે નીતનવા ગતકડાં અપનાવી રહ્યાં છે. દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે જ માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ આપીને ફાંસીની સજામાંથી માફી મળે તેવી માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવા વિરુદ્ધ દોષિત વિનય શર્માની અરજી પર ચુકાદો શુક્રવાર માટે અનામત રાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ 1947ની કેબિનેટમાં સામેલ થાય?


નિર્ભયા કેસમાં દોષિત વિનયના વકીલે ફાંસીને ટાળવા માટે પેંતરો અપનાવતા કહ્યું કે વિનય શર્માની માનસિક સ્થિતિ સારી નથી, માનસિક રીતે પ્રતાડિત થતો હોવાના કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે. આથી તેને ફાંસી આપી શકાય નહીં. વકીલ એપી સિંહે કહ્યું કે મારા ક્લાયન્ટને જેલ પ્રશાસન દ્વારા અનેકવાર માનસિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. તેને દવા આપવામાં આવી. કોઈને માનસિક હોસ્પિટલ ત્યારે મોકલાય જ્યારે તેની માનસિક સ્થિતિ સારી ન હોય. એપી સિંહે કહ્યું કે વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય નથી, માનસિક રીતે પ્રતાડિત થતો હોવાના કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે આથી તેને ફાંસી આપી શકાય નહીં. એપી સિંહે કહ્યું કે આ બધુ વિનય શર્માના જીવવાના અધિકાર કલમ 21નો ભંગ છે. 


લખનઉની CJM કોર્ટમાં વકીલ પર પર દેશી બોમ્બથી હુમલો, જીવતા બોમ્બ પણ મળી આવ્યાં


રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા વકીલ એપી સિંહે કહ્યું કે હું અન્યાયને રોકવા માંગુ છું. અધિકૃત ફાઈલ પર ગૃહમંત્રી અને એલજીના હસ્તાક્ષર નથી. આથી હું ફાઈલનું પરીક્ષણ કરવા માંગુ છું. મે આ માટે આરટીઆઈ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને તમામ દસ્તાવેજ બતાવ્યાં અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવાયા છે. 


વિનય શર્માના વકીલે કહ્યું કે આ  દસ્તાવેજ વોટ્સએપથી મંગાવવામાં આવ્યાં છે. જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે આ દ સ્તાવેજ તમારા લાભ માટે નથી, તે કોર્ટની સંતુષ્ટિ માટે છે. એપી સિંહે કહ્યું કે મારા ક્લાયન્ટ વિનયને ફાંસી પર લટકાવવામાં આવે એ કોઈ પ્રાઈવેટ જોબ નથી તે ઉપ રાજ્યપાલની બંધારણીય ફરજનો મામલો છે. 


વિનય શર્માના વકીલ એપી સિંહે કહ્યું કે પહેલીવાર દેશમાં એવું  બનશે કે 4 એવા લોકોને ફાંસી આપવામાં આવશે જે હેબિચ્યુઅલ અપરાધી નથી. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે દસ્તાવેજ વોટ્સએપથી મંગાવવામાં આવ્યાં, અસલી દસ્તાવેજ કેમ દેખાડવામાં આવતા નથી. મારા ક્લાયન્ટને માનસિક રીતે પરેશાન કરાય છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...